મોરબીના શનાળા રોડ પર ગુજરાત સરકાર દ્વારા "સરસ મેળાનું" આયોજન
Live TV
-
મોરબીના શનાળા રોડ પર ગુજરાત સરકાર દ્વારા "સરસ મેળાનું" આયોજન
મોરબીના શનાળા રોડ પર ગુજરાત સરકાર દ્વારા "સરસ મેળાનું" આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ દ્વારા જે વસ્તુઓનું ઉદ્દ્પાદન કરવામાં આવે છે. તેને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મોરબીના સરસ મેળાનું વિધાનસભાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે યોજાયેલ આ મેળામાં દોઢ કરોડનું વેચાણ થયું હતું. ત્યારે આ વર્ષે ત્રણ કરોડનું વેચાણ થવાની અધિકારીઓની આશા છે.
ગત વર્ષે મોરબી ખાતે આયોજિત સરસ મેળા ને ખૂબ સારા પ્રતિસાદ સાથે રૂપિયા દોઢ કરોડ નું વેચાણ થયુ હતું. જ્યારે આ વર્ષે સરસ મેળો મોરબીનાં શનાળા રોડ સ્થિત રત્ન કળા ગ્રાઉન્ડ ખાતે પ્રેરક આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ખૂબ સારા પ્રતિસાદ વચે ગત વર્ષ કરતાં બમણા વેચાણ સાથે સખી મંડળના બહેનો દ્વારા પોતાના વિવિધ ઉત્પાદનો થકી રૂપિયા અઢી થી ત્રણ કરોડનાં વેચાણ ની અપેક્ષા, ધારણાઓ ધારાસભ્ય,અધિકારીગણ અને મહાનુભાવો સેવી રહ્યા છે.