મોરબી પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાને વેગવંતી બનાવાઈ
Live TV
-
મોરબી પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાને વેગવંતી બનાવાય છે. જેમાં CRPC કાયદા હેઠળ 3 હજાર 333ની અટકાયત કરાય છે. પાસા હેઠળ પાંચ તેમજ તડિપારથી પાંચ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબીશન ધારા હેઠળ 131 કેસ કર્યા છે. જેમાં વાહન અને મુદ્દામાલ સહિત 21 લાખ 35 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. જિલ્લામાં 905 પરવાનાવાળા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવાયા છે. તેમજ 3 ઇસમ પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 13 ચેકપોસ્ટ ઉભી કરીને વાહન ચેકિંગ કરવામાં આવે છે.