રાજયમાં આગામી 3 દિવસ ઠંડીનો પારો યથાવત રહેવાની શક્યતા: હવામાન વિભાગ
Live TV
-
રાજ્યમાં ઠંડીની સતત વધી રહી છે. જેમાં રાજ્યમાં સૌથી ઓછુ 10 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે અમદાવાદ અને વડોદરાનું 16 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજકોટનું 13.1 ડિગ્રી અને સુરતનું તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો ભુજનું તાપમાન 15.1 ડિગ્રી, ડીસાનું 14.5 ડિગ્રી, દીવમાં 14 ડિગ્રી, કંડલામાં 16.6 ડિગ્રી, પોરબંદરનું લધુતમ તાપમાન 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 14 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમરેલીમાં 13.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આગામી 3 દિવસ ઠંડીના પારો યથાવત રહેવાની શક્યતા છે. જો કે, 31મી ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે.