રેલયાત્રીઓ આનંદો, રેલવે ટિકિટ સાથે મળશે ઓલા ટેક્સી બુકિંગની સુવિધા
Live TV
-
ઓલા ટેક્સી કેબ સર્વિસે રેલવે સાથે કર્યા કરાર
રેલવે હવે એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યુ છે હવે મુસાફરોને ઓલા બુકિંગ માટે આમ તેમ આંટા નહી મારવા પડે...કારણ કે ભારતીય રેલવે તમને હવે ઘર સુધી પહોચાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે..જે અંતર્ગત રેલવેના ઈ ટિકિટ બુકિંગની સાથે સાથે ઓલા કેબ બુકિંગ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે..ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ અમદાવાદના થલતેજથી ટ્રેન મારફતે યાત્રા કરવા માંગે છે તો તે જે સ્ટેશન પર પોતાની ટિકિટ બુક કરાવશે અને તેને ઓલા કેબની બુકિંગની પણ સુવિધા મળશે..જેથી ઘરેથી જ તમને ઓલા ટેક્સી મળશે..અને પરત આવ્યા બાદ સ્ટેશનેથી ઘરે મૂકવા માટે પણ ટેક્સી તમારી રાહ જોતી મળશે..હાલમાં પ્રાયોગિક ધોરણે આ સુવિધા છ મહિના માટે શરૂ કરવામાં આવી છે..આઈઆરસીટીસી અનુસાર રેલવે યાત્રીઓને એક જ પ્લેટફોર્મ પર ઈ ટિકિટ ભોજન, એર ટિકિટ બુકિંગ અને પર્યટન પેકેજ બાદ હવે ઓલા ટેક્સી કેબ બુકિંગની સુવિધા અપાશે..યાત્રા શરૂ કરવાના સાત દિવસ પહેલા સુધી કેબ બુકિંગ કરાવી શકાશે..