વડોદરાની એક સહકારી બેંકે મતદાન જાગૃતિ માટે અનોખી સ્કીમની કરી જાહેરાત
Live TV
-
વડોદરાની એક સહકારી બેંકે પોતાના સભાસદોમાં મતદાન જાગૃતિ આવે તે માટે અનોખી સ્કીમની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સભ્ય મતદાન કર્યા બાદ ત્રણ દિવસ સુધીમાં થાપણ મુકે કે કોઈ પણ વ્યવહાર કરે તો તેને અડધો ટકો વધુ વ્યાજ આપવામાં આવ્યું. લોન લેનાર સભ્યને એક ટકા ઓછા વ્યાજે લોન આપવામાં આવી. આ માટે સભાસદે તેમજ તેના ગેરેન્ટરે મતદાન કર્યું હોવું જરૂરી હતું. મતદાન કર્યાનું શાહીનું નિશાન હોય તેને જ ઉપરોક્ત લાભ મળ્યો હતો. એક તરફ સહકારી બેંકોની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ત્યારે વડોદરા સ્થિત છત્રપતિ શિવાજી સહકારી મંડળી 9000 સભાસદો ધરાવે છે. તેના સભાસદો ગરીબ, મધ્યમ અને નાના નાના રોજગારી મેળવતા પરિવારો છે. ત્યારે લોકશાહીના પર્વમાં મતદાન કરીને પોતાનું યોગદાન આપનારા સભાસદો માટે બેંકની આ યોજના આર્શિવાદ સમી પુરવાર થઈ છે.