Skip to main content
Settings Settings for Dark

વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ અપાઇ

Live TV

X
  • આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા છે. જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવેલ ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવેલ ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલ છે. 

    રાજ્યની રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ, તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં આવેલી રાય, પારૂલ, આર.કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી, બી.ટેક , બી.એસસી અને કૃષિ ઈજનેરી જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીના અધિનિયમ 2004ની કલમ નં.4 ની વિરૂદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2016ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યુ હતુ. આ સંદર્ભે વર્ષ 2016થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇકોર્ટમાં એસસીએ/ એલપીએ તેમજ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018માં સ્પેશિયલ લીવ પીટીશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી.

    આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા છે. જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવેલ ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવેલ ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply