સાસણગીરમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓએ કર્યા સિંહદર્શન
Live TV
-
75 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત
સાસણગીરમાં રેકોર્ડ બ્રેક લોકોએ એસિયાટિક લાયન્સને જોવાનો આનંદ લીધો છે.જેના કારણે 13 દિવસમાં એક કરોડની આવક થઈ છે.75 હજારથી વધુ લોકોએ સાસણગીરની મુલાકાત લીધી છે.દિવાળી પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં લોકોએ સાસણમાં સિંહોને નિહાળ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. સાસણગીર ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે.