સુરતના યુવાનનો અનોખો પ્રયાસ
Live TV
-
વૃક્ષારોપણ માટે જાગૃતિ લાવવા પોતાની બંને કારોને ગ્રીન બનાવી
સુરતના એક યુવાને ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અભિયાન હેઠળ વધુને વધુ લોકોને વૃક્ષારોપણ માટે જાગૃત કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે. સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઇએ ગો ગ્રીન અભિયાનને આગળ ધપાવતા પોતાની બન્ને કારોને પણ ગ્રીન બનાવી અનોખી પહેલ કરી છે. તેમને કારોને ગ્રીન કૉન્સેપ્ટ સાથે ગ્રાસથી ડેકોરેટ કરી છે, જેથી અન્ય લોકો પણ ગો ગ્રીન માટે પ્રેરિત થાય. આ ભારતની પ્રથમ ગ્રીન કાર છે. વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ ક્લીન ઈન્ડિયા,ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધી 23000થી વધુ વૃક્ષોનુ રોપણ અને 3300 ટ્રીગાર્ડનું વિતરણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં પણ ઉધના રેલવે સ્ટેશનને દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બનાવવાનું શ્રેય પણ વિરલ દેસાઈ ને જ જાય છે