સુરતમાં ચાઈલ્ડ લેબર અંગે લોકોમાં જાગૃતતા વધી
Live TV
-
ચાઈલ્ડ દિવસે રેલી કાઢી લોકોને જાગૃત કરાયા હતા
સુરતમાં ટેકસટાઇલ, ડાયમંડ, રિયલ એસ્ટેટ જેવા મોટા મોટા ઉદ્યોગો અને ખાટલી વર્ક જેવા નાના નાના ઉદ્યોગોમાં કામ કરવા વાળા ચાઈલ્ડ લેબરની સંખ્યા ત્રણ વર્ષમાં 34 આંકડો ઘટીને 5 પર પહોંચ્યો છે. લેબર વિભાગ સતત લોકોને જાગૃત કરવાનું કામ કરેજ છે. સાથે સાથે મુક્ત કરાયેલા ચાઈલ્ડ લેબરને ભણતર પણ પૂરું પાડે છે. ચાઈલ્ડ દિવસે પણ રેલી કાઢી લોકોને જાગૃત કરાયા હતા.
ચાઈલ્ડ લેબરને લઈને સરકાર ગંભીર છે. ચાઈલ્ડ લેબરને અંકુશમાં લેવા સરકારે નેશનલ ચાઈલ્ડ લેબર પ્રોજેકટ અંતર્ગત 20 શાળાઓ ચાલે છે. જે શાળાએ નહીં જતા હોય તેવા 6 થઈ 14 વર્ષના બાળકો આ શાળા મા ભણી શકે છે. સરકારે સુરત સહિત રાજ્યના 9 જિલ્લામાં આ શાળા શરૂ કરી હતી. વર્ષ 2016મા સહિયારી કૂચ અંતર્ગત કરવામાં આવેલી 9 રેડમાં 34 બાળ મજૂરો મળી આવ્યા હતા. વર્ષ 2017 મા 10 રેડ કરવામાં આવી હતી. જેમાં 11 બાળ મજૂરો મળી આવ્યા હતા. ત્યારબાદ 2018મા 14 રેડ કરવામાં આવી. જેમાં 5 બાળ મજૂરો મળી આવ્યા.
`સુરત ચાઈલ્ડ લેબર વિભાગ અવાર નવાર ટેકસટાઇલ, હોટલ, મિલ, સહિતની ઇન્ડસ્ટ્રીમા જઈને લોકોને બાળ મજૂરો નહિ રાખવા જાગૃત કરતા રહે છે. પરિણામે 3 વર્ષમાં બાળ મજૂરોની સંખ્યા 34 થઈ ઘટીને 5 પર આવી ગઈ છે. સરકારનો અભિયાન શૂન્ય ચાઈલ્ડ લેબરનો છે. લોકોને જાગૃત કરવા સુરત ચાઈલ્ડ લેબર વિભાગ દ્વારા બાળ મજૂર હટાવો દેશ બચાવોના બેનર સાથે જન જાગૃતિ રેલી પણ કાઢવામાં આવી હતી.