“જમીન અને પાણી : જીવનનો સ્ત્રોત” થીમ પર વર્લ્ડ સોઇલ ડે ની કરાશે ઉજવણી
Live TV
-
“જમીન અને પાણી : જીવનનો સ્ત્રોત” થીમ પર વર્લ્ડ સોઇલ ડે ની કરાશે ઉજવણી
દર વર્ષે 5મી ડિસેમ્બરના રોજ “વર્લ્ડ સોઇલ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. લોકોને જમીનના મહત્વ અને તેની ગુણવત્તા વિશે જાગૃત કરવા “વર્લ્ડ સોઇલ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “જમીન અને પાણી : જીવનનો સ્ત્રોત” થીમ પર વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રદૂષણ અને વધુ પડતા જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. જમીનની ગુણવત્તામાં ઘટાડો થવાથી જમીનની ફળદ્રુપતા પર પણ અસર થાય છે. આ કારણે લોકોને આ અંગે જાગૃત કરવા માટે વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે ગુજરાતની ધરતીને ગુણવત્તાયુક્ત અને પ્રદુષણમુક્ત રાખવા માટે રાજ્ય સરકારે અનેક નવતર પહેલ હાથ ધરી છે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેતી લાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને ખેડૂત મિત્રો ટકાઉ ખેતી કરી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ અને નેનો યુરીયા સહિતની પહેલોના પરિણામે જમીનની ગુણવત્તામાં સુધારો આવશે.