1 માર્ચથી કોલંબોમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવશે
Live TV
-
શ્રીલંકાના ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી વિદુર વિક્રમનાયકે જણાવ્યું કે, કોલંબોમાં 1 માર્ચથી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. સંચાલન સમિતિની બેઠકમાં મંત્રીએ કહ્યું કે, આ ઉત્સવનો ઉદ્દેશ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના કાલાતીત ઉપદેશોને લોકપ્રિય બનાવવાનો છે.
કુરુક્ષેત્ર વિકાસ બોર્ડ હરિયાણાના આર્થિક સહયોગથી નેલમ પોકુના થિયેટર કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. વિશ્વભરમાંથી હજારો પ્રતિનિધિઓ ઉત્સવમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. જેમાં ગીતા યજ્ઞ, ગીતા જપ, શોભા યાત્રા, સમકાલીન રસના અનેક વિષયો પર પરિષદો અને અનેક સ્પર્ધાઓ યોજાશે. શ્રીલંકાની સંસદમાં 4 માર્ચે શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રતિમાં રજૂ કરવામાં આવશે.