Skip to main content
Settings Settings for Dark

#EarthDay : પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરતા દિયા મિર્ઝા

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, આવો આપણે આપણી ભાવિ પેઢીઓને એક શ્રેષ્ઠતમ ધરતી તરફ લઈ જવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરીએ. જળવાયુ પરિવર્તન મુદ્દે એકસાથે મળીને કામ કરીએ, એ જ ધરતી માતાને મહાન શ્રદ્ધાંજલિ ગણાશે. પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યુ છે કે, હું એ તમામ વ્યક્તિઓ અને સંગઠનોને શુભકામના પાઠવુ છું, જે પ્રકૃતિનું સંરક્ષણ અને ટકાઉ વિકાસ સાથે સંવાદિતાના પ્રોત્સાહન માટે કામ કરી રહ્યા છે.

    આજે અર્થ ડે છે ત્યારે સોશિયલ મીડિયા પર પૃથ્વીને બચાવવા ખાસ ઝૂંબેશ ચલાવાઈ હતી. પૃથ્વીને બચાવવા અને લોકોને સાફ-સફાઈનો અનોખો સંદેશ આપવા માટે બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા ખુદ આગળ આવ્યા અને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. તેમણે પશ્ચિમ મુંબઇના દાદરમાં બીચ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. દિયા મિર્ઝા ગ્રીન એક્ટિવિસ્ટ અને યુ.એન.ના ગુડવિલ એમ્બેસેડર પણ છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ પ્લાસ્ટિકની બેગની જગ્યાએ જૂટની બનાવટનો ઉપયોગ કરવો જોઇએ. 

    દિયા મિર્ઝાએ ચલાવેલા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, અને સાફ-સફાઈ હાથ ધરી હતી. દિયા મિર્ઝાના આ અભિયાનમાં સામાજિક સંસ્થાઓ, સ્થાનિક લોકો સહિત શાળાના બાળકો પણ જોડાયા હતા. 

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક Twitter - @ankitchauhan111
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply