આત્મનિર્ભર ભારત : રાજ્યમાં બની રહ્યું છે દેશનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ડ્રોન, રક્ષા યુનિવર્સિટીની એક પહેલ
Live TV
-
દેશના સંરક્ષણમાં મદદ થાય તે હેતુથી IITના વિદ્યાર્થીઓએ કરી પહેલ
દેશના સંરક્ષણમાં મદદ થાય તેવા ઉદેશ્ય સાથે આઈ.આઈ.ટીના વિધાર્થીઓ રાજ્યમાં દેશનું પહેલું સ્વદેશી ડ્રોન બનાવી રહ્યા છે. રક્ષા યુનિવર્સિટીની મદદથી એરોનોટિકલ એન્જીનિયરીંગના વિધાર્થીઓ દેશમાં બનેલા સાધનો દ્વારા સ્વદેશી ડ્રોન બનાવી આત્મનિર્ભર ભારતનો મંત્ર પણ સાકાર કરી રહ્યા છે.દેશના ટોપ મોસ્ટ એન્જીનિયરીંગ સંસ્થાન આઈ.આઈ.ટીના વિધાર્થીઓ દેશનું પહેલું એવું ડ્રોન બનાવી રહ્યા છે જે સંપૂર્ણ રીતે સ્વદેશી છે....આ ત્રણ યુવા મિત્રોને દેશની સુરક્ષા માટે ડ્રોન બનાવવાનો વિચાર આવ્યો અને લોકોએ સાથે મળીને કંપનીની રચના કરી હતી..ત્યારે હવે જાણે કે તેમના સપનાને ઉડાન મળી ગઈ હોય તેમ આ યુવા વિધાર્થીઓને રક્ષાશક્તિ યુનિવર્સિટી મદદ કરી રહી છે.મહત્વનું છે કે, દેશની આંતરિક સુરક્ષાના વિચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલાં રક્ષા યુનિવર્સિટીની શરૂઆત કરાવી હતી. જેનું આજે સફળ પરિણામ મળી રહ્યા છે. આ યુનિવર્સિટી દેશનું પહેલું સ્વદેશી ડ્રોન બનાવીને પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારી કરી રહી છે. યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવી રહેલ આ ડ્રોનના તમામ પાર્ટ્સ દેશમાં જ બનેલા છે. રાજ્યની રક્ષાશક્તિ યુનિવર્સિટી હવે સંરક્ષણ મંત્રાલયના દાયરામાં આવી ગઈ છે. યુનિવર્સિટી દ્વારા હવે અહીં પોલીસ, રેપિડ એક્શન ફોર્સ, કેન્દ્રીય પોલીસને વિવિધ રીતે મદદ પણ કરી રહી છે...