કેન્દ્રીય આરોગ્ય સચિવે 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પૂર્ણ સત્રને સંબોધન કર્યું
Live TV
-
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જિનીવામાં WHOની 77મી વિશ્વ આરોગ્ય સભાના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે "ભારતે 1,60,000થી વધારે આયુષ્માન આરોગ્ય આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરીને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચને પ્રોત્સાહન આપવા માટે આયુષ્માન ભારત એટલે કે 'લીવ લોંગ ઇન્ડિયા'ની શરૂઆત કરી છે"
અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે "છેલ્લા દાયકાઓમાં MMR અને IMRમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવતું ભારત SDG લક્ષ્યાંકો હાંસલ કરવાના માર્ગે અગ્રેસર છે. ભારત વિસ્કેરલ લીશમેનિયાસિસ રોગને નાબૂદ કરવાની અણી પર છે અને ટીબીની ઘટનાઓ અને મૃત્યુદરમાં પણ ઘટાડો કર્યો છે. ભારત વૈશ્વિક સહયોગ માટે ડિજિટલ જાહેર ચીજવસ્તુઓમાં દીવાદાંડી દેશ તરીકે ઉભરી આવ્યો છે"
"ભારત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે જોડાણમાં તમામ માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત તબીબી ઉત્પાદનોની ઝડપી સુલભતા સુનિશ્ચિત કરવા માટે ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવે છે. ભારત INB અને IHR પ્રક્રિયાઓમાં રચનાત્મક રીતે સંકળાયેલું છે, જેથી સર્વસંમતિનું નિર્માણ થાય અને વૈશ્વિક સ્વાસ્થ્ય માળખા માટે માર્ગ મોકળો થાય"