ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ નિપુણતા હાંસલ કરે તે હેતુથી ઈલેક્ટ્રોનિક વીડિયો સોફ્ટવેર બનાવાયું
Live TV
-
ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તથા અન્ય વિષયોમાં પણ નિપુણતા હાંસલ કરે તે હેતુથી ઈલેક્ટ્રોનિક વીડિયો સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને તીર્થંકર મહાપુર શ્રુત જ્ઞાન ટ્રસ્ટના ઉપક્રમે આ સોફ્ટવેર તૈયાર કરાયું છે. ધોરણ 5 થી 8માં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ સોફ્ટવેર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે આ સોફ્ટવેર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાશે. આ સોફ્ટવેરનો હેતુ ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિનું સંવર્ધન કરીને ગુજરાતની અસ્મિતાને આગળ વધારવાનો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને તેજસ્વીતા બહાર લાવવાનો છે. ટૂંક સમયમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ આવું સોફ્ટવેર તૈયાર કરવાનું આયોજન કરાયું છે.