ફેસબુક એપથી હવે થઈ શકશે મોબાઇલ નંબર રીચાર્જ
Live TV
-
સોશિયલ નેટવર્ક પર ડેટા ચોરી મામલે સંડોવાયેલા ફેસબુકએ તેની એપ્લિકેશનમાં નવું ફિચર એડ કર્યું છે, જેના થકી ફેસબુક યુઝર્સ મોબાઇલ રીચાર્જનો વિકલ્પને ઇનએબલ કરી રીચાર્જ કરી શકશે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકએ એક નવું ફિચર લોન્ચ કરી દિધુ છે. ફેસબુકએ તેના એન્ડ્રોઇડ યુઝર્સ માટે ભારતમાં મોબાઇલ નંબર રીચાર્જની શરૂઆત કરી દીધી છે. જેનાથી ફેસબુક યુઝર્સ પ્રીપેડ મોબાઇલ નંબર રીચાર્જ કરી શકશે. આ નવું ફિચર પ્રાયોગિક ધોરણે પ્રીપેડ અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે શરૂ કરાયું છે, જો કે આવનાર સમયમાં આ ફિચર્સ આઈફોન અને ડેસ્કટોપ સાઇટ પર પણ ઉપલબ્ધ થવાની સંભાવનાઓ છે. આ સાથે જ ભવિષ્યમાં પોસ્ટપેઇડ નંબર ધારકો તેમના બિલની ચૂકવણી પણ આ ફિચર થકી કરી શકશે.