રાંધેજા ખાતે 200 કુંભાર પરિવારને ઈલેક્ટ્રીક ચાકડાનું વિતરણ કરાયું
Live TV
-
ભારત સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા આજે ગૃહ મંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના રાંધેજા ખાતે લગભગ ૨૦૦ જેટલા શિક્ષિત કુંભાર પરિવારોને ઈલેક્ટ્રીક ચાકડા વિતરણ કરવાનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભારતના વિકાસમાં પોતાનો ફાળો આપતા પ્રજાપતિ સમાજ આત્મનિર્ભર બની માટીના વાસણો બનાવી ભારતને ભેટ કરશે જેથી તેમના પરિવારોની આર્થિક ઉન્નતી પણ વધશે. આ આયોજન બદલ અને મદદ બદલ લાભાર્થીઓએ સરકારનો આભાર માન્યો હતો.