અરવલ્લી-રાજ્ય કક્ષાની હોકી પી.ટી.ટ્રાયલનું આયોજન
Live TV
-
ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાંન ધનરાજ પિલ્લઈ હાજર રહ્યા
રાજ્ય કક્ષાની હોકી પી.ટી.ટ્રાયલનું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કરવામાં આવ્યું, જેમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાંન ધનરાજ પિલ્લઈ હાજર રહ્યા હતા,,,, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત અને સીનિયર કોચ કચેરી અરવલ્લી જિલ્લા દ્વારા આયોજિત પ્લેયરની પસંદગી માટે હોકીના પૂર્વ કેપ્ટન સહિત ગુજરાતના વિવિધ કોચ સહિત જિલ્લાના હોકી કોચ પણ જોડાયા હતા.... આ ટ્રાયલમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ચારસો જેટલા ખેલાડીઓ હાજર રહ્યા. રાજ્ય કક્ષાની પી.ટી.ટ્રાયલમાં પસંદગી પામનાર ખેલાડીઓ રાજ્ય સરકારની મહત્વકાક્ષી યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ એકેડમીમાં સ્થાન પામશે, જેમાં સરકાર દ્વારા તમામ સુવિધાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે,,, ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન જે-તે સ્પોર્ટ્સ સંકુલમાં આ તમામ ખેલાડીઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ જવાની તક મળી શકશે,,,, આ માટે રાજ્યમાં મોટી સંખ્યામાં હોકીના ખેલાડીઓએ આવી પહોંચ્યા હતા,, જ્યાં તમામ ખેલાડીઓને હોકીના પૂર્વ ખેલાડી અને કેપ્ટન ધનરાજ પિલ્લાઈએ જુસ્સો વધાર્યો હતો...