Skip to main content
Settings Settings for Dark

આઈપીએલ 2025 : વરસાદના વિધ્નના પગલે કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ રદ

Live TV

X
  • પંજાબ કિંગ્સના ઓપનરની અદભુત રમતના પગલે ટીમે વિશાળ સ્કોરનો પાયો નાખ્યો અને ટીમે સારો સ્કોર બનાવ્યો જોકે વરસાદના વિધ્નમાં ધોવાઇ ગયો.ભારતીય પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં શનિવારના રોજ અહીં ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પંજાબ કિંગ્સ વચ્ચની મેચ રદ કરી બંને ટીમને એક એક પોઇન્ટ આપવામાં આવ્યો હતો

    પંજાબ કિંગ્સના ઓપનરની અદભુત રમતના પગલે ટીમે વિશાળ સ્કોરનો પાયો નાખ્યો અને ટીમે સારો સ્કોર બનાવ્યો જોકે વરસાદના વિધ્નમાં ધોવાઇ ગયો.ભારતીય પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં શનિવારના રોજ અહીં ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પંજાબ કિંગ્સ વચ્ચની મેચ રદ કરી બંને ટીમને એક એક પોઇન્ટ આપવામાં આવ્યો હતો

    પંજાબ કિંગ્સ ને ટોસ જીતી પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો . પંજાબના યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્ય અને વિસ્ફોટક બેટ્સમેન પ્રભસિમરન સીંધે ઓપનીંગમાં ધમાકે દાર 120 રન બનાવ્યા હતા જેના પગલે પંજાબ કિગ્સે નિર્ધારીત 20 ઓવરમાં 201 રનનો ખડખલો કર્યો હતો આ  લક્ષ્યાંકનો પીછો કરવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ મેદન પર ઉતરી અને માત્ર એક ઓવર બાદ ભારે પવન સાથે વરસાદ થતાં બંને ટીમ પેવેલીયન પરત ફરી હતી 

    ગ્રાઉન્ડ સ્ટાફે કરેલા અથાગ પ્રયત્નો બાદ છેવટે એક કલાક કરતાં વધારે  થયેલા વરસાદને પગલે મેચ રદ કરી બંને ટીમને એક એક પોઇન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો 

    આ મેચમાં દર્શકોને પંજાબ કિગ્સના ઓપનર પ્રભસિમરન અને પ્રિયંશ આર્યની સ્ટોફટ બેટીંગ નીહાળવાનો લાહ્વો મળ્યો હતો બંને બેટ્સમેનોએ કોલકત્તા નાઇટ રાઇડર્સના બોલરોની ધોલાઇ કરી હતી. બંને ઓપનરોએ પાવર પ્લેમાં વિના વિકેટે 56 રન  બનાવ્યા હતા.સ્પિનરના આક્રમણ સામે પંજાબના બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા જો કે તેમની ટીમ 20 ઓવરના અંતે 201 રન બનાવવામાં સફળ રહી હતી

    બંને ટીમને એક એક પોઇન્ટની વહેચણી બાદ પંજાબ કિગ્સ 9 મેચ પૈકી પાંચ જીત ત્રણ હાર અને એક અનિર્ણીત મળી કુલ 11 પોઇન્ટ સાથે ટેબલમાં ચોથા નંબરે તો કોલકત્તા નાઇટ રાઇડ઼ર્સ 9 મેચ પૈકી ત્રણ જીત પાંચ હાર અને એક અનિર્ણીત મળી 7 પોઇન્ટ સાથે સાતમા નંબર છે 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply