Skip to main content
Settings Settings for Dark

ઇન્ડિયન પ્રીમિયર લીગ: લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

Live TV

X
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ: લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું

    હૈદરાબાદમાં ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું. લખનઉએ ૧૯૧ રનનો લક્ષ્યાંક માત્ર ૧૬ ઓવર અને એક બોલમાં ૫ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. લખનઉ માટે નિકોલસ પૂરને 70 રન અને મિશેલ માર્શે 52 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે 2 વિકેટ લીધી.

    આ પહેલા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 47 અને અનિકેત વર્માએ 36 રન બનાવ્યા.

    આજે ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. આ મેચ સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે. છેલ્લી મેચમાં ચેન્નાઈએ મુંબઈને અને બેંગલુરુએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply