કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર સુરતના હરમિતને 33 લાખનો ચેક અર્પણ
Live TV
-
21મી કોમન વેલ્થ ગેમ્સ-2018માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે રૂ. 33 લાખનો ચેક અર્પણ કર્યો હતો.
21મી કોમન વેલ્થ ગેમ્સ-2018માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે રૂ. 33 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ પુરસ્કાર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યો હતો. હરમિત દેસાઇને ટેબલ ટેનિસની રમતમાં 2015 માં વર્લ્ડ ચેમ્પિયનશીપ તથા એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રિય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ રૂપિયા 1 કરોડ 9 લાખ 96 હજારની સહાય તેમજ પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, વર્તમાન પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના પ્રતિભાવંત ખેલ પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન-કોચિંગ અને તજ્જ્ઞતા મળી રહે તે હેતુથી 2007 થી શકિતદૂત યોજનાનો પ્રારંભ કરાવેલો છે.