Skip to main content
Settings Settings for Dark

કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું, CSKનો સતત 5મો પરાજય

Live TV

X
  • શુક્રવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને હરાવ્યું. કોલકાતાએ ચેન્નાઈને 8 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં તેનો ત્રીજો વિજય નોંધાવ્યો, જ્યારે ચેન્નાઈનો આ સતત પાંચમો પરાજય હતો.

    મેચની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગથી થઈ હતી, પરંતુ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 103 રન બનાવ્યા. ટીમને શરૂઆતથી જ નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો. ઓપનર ડેવોન કોનવેએ 12 અને રચિન રવિન્દ્રએ માત્ર 4 રન બનાવ્યા.

    આ પછી પણ બેટ્સમેન સતત રમી શક્યા નહીં. શિવમ દુબેએ સૌથી વધુ 31 રન બનાવ્યા, જ્યારે વિજય શંકરે 29 રનની ઈનિંગ રમી. રાહુલ ત્રિપાઠીએ 16, રવિચંદ્રન અશ્વિને 1, રવિન્દ્ર જાડેજા અને દીપક હુડ્ડા ઝીરો સાથે, એમએસ ધોની પણ નિષ્ફળ ગયો અને માત્ર 1 રન બનાવીને આઉટ થયો.

    કોલકાતા માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. સુનીલ નારાયણે ઘાતક બોલિંગ કરી 3 વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. 104 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતાની શરૂઆત ઝડપી રહી. ઓપનર સુનીલ નારાયણે વિસ્ફોટક બેટિંગ કરી અને 18 બોલમાં 44 રન ફટકાર્યા. ક્વિન્ટન ડી કોકે 23 રન બનાવ્યા. બાદમાં, રિંકુ સિંહે ૧૫ અને સુકાની અજિંક્ય રહાણેએ 20 રન બનાવ્યા. 10.1 ઓવરમાં ટીમે વિજય પ્રાપ્ત કર્યો. 

    ચેન્નાઈ તરફથી અંશુલ અને નૂરે એક-એક વિકેટ લીધી હતી પરંતુ નબળી બેટિંગના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈએ અત્યાર સુધી 6માંથી ફક્ત એક જ મેચ જીતી છે. 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply