Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું, અભિષેક શર્માની ઇનિંગ્સ એળે ગઈ

Live TV

X
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર 51માં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને 38 રને જીત મેળવી છે.

    ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર 51માં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને 38 રને જીત મેળવી છે. ગુજરાતે પહેલા બેટિંગ કરતા સનરાઇજર્સ હૈદરાબાદને 225 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો હૈદરાબાદની ટીમ સફળતાપૂર્વક પીછો કરી શકી નહીં.
    ટારગેટનો પીછો કરતા સનરાઈજર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ મળીને 27 બોલમાં 49 રન બનાવ્યાં હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ હેડને આઉટ કરી પાર્ટનરશીપ તોડી હતી. હેડે ચાર ચોગ્ગાની મદદથી 16 બોલમાં 20 રન બનાવ્યાં હતા. ઇશાન કિશન પણ 13 રન બનાવીને ચાલતો થયો હતો. કિશનના આઉટ થયા બાદ અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેને મોર્ચો સંભાળ્યો હતો. અભિષેકે 28 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ તે વધુ સમય માટે ક્રિજ પર ટકી શક્યો નહીં, તે 41 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક અને ક્લાસેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 57 રનની પાર્ટનરશીપ થઈ હતી.

    ગુજરાત ટાઇટન્સે પહેલા બેટિંગ કરતા છ વિકેટના નુકસાને 224 રન બનાવ્યાં હતા. ગુજરાત ટાઇટન્સની શરૂઆત જોરદાર રહી હતી. કેપ્ટન ગિલ અને સાઈ સુદર્શને 41 બોલમાં 87 રનની પાર્ટનરશીપ કરી હતી. જીશાન અંસારીએ આ પાર્ટનરશીપ તોડી અને સુદર્શનને આઉટ કર્યો હતો. સુદર્શને 9 ચોગ્ગાની મદદથી 23 બોલમાં 48 રન બનાવ્યાં હતા. સુદર્શન આઉટ થયા બાદ શુભમને 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. શુભમન સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તે હર્ષલ પટેલના થ્રો પર રન આઉટ થઈ ગયો. શુભમને 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 બોલમાં 76 રન બનાવ્યાં હતા. શુભમન અને બટલર વચ્ચે બીજી વિકેટ માટે 62 રનની પાર્ટનરશીપ થઈ હતી. શુભમન આઉટ થયા બાદ બટલરે વોશિંગ્ટન સુંદર સાથે મોર્ચો સંભાળ્યો અને 31 બોલમાં ફિફ્ટી પૂરી કરી.

    બટલરે 37 બોલમાં 61 રન બનાવ્યાં હતા. સુંદરે 21 રન અને રાહુલ તેવટિયાએ 6 રન બનાવ્યાં હતા. જ્યારે રાશિદ ખાન 0 પર આઉટ થયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply