Skip to main content
Settings Settings for Dark

પંજાબ કિંગ્સે KKRને 16 રનથી હરાવ્યું, ચહલે 28 રન આપીને 4 વિકેટ લીધી

Live TV

X
  • પંજાબ કિંગ્સના બોલર યુઝવેન્દ્ર ચહલે KKR સામે શાનદાર પ્રદર્શન કર્યું. ચહલે 28 રન આપીને 4 વિકેટ લીધી. તે જ સમયે, ઝડપી બોલર માર્કો જેનસેને ત્રણ વિકેટ લીધી. બન્ને બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર, પંજાબ કિંગ્સે મંગળવારે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનથી હરાવ્યું.

    પંજાબના બોલરોએ હિંમતભેર બોલિંગ કરીને રોમાંચક મેચ જીતી અને IPLના ઇતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો. અગાઉ, KKR તરફથી બોલર હર્ષિત રાણાએ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણની સ્પિન જોડીએ 2-2 વિકેટ મેળવીને પંજાબ કિંગ્સને 15.3 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ કર્યું. 

    112 રનના લક્ષ્યનો પીછો કરતા, કોલકાતાએ તેમના બન્ને ઓપનર સુનીલ નારાયણ (5) અને ક્વિન્ટન ડી કોક (2) ને વિકેટ ગુમાવી. માર્કો જેનસેન અને ઝેવિયર બાર્ટલેટે પંજાબને શરૂઆતી સફળતા અપાવી. કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ 60 રનની ભાગીદારી કરી. યુઝવેન્દ્ર ચહલે આઠમી ઓવરમાં રહાણેને (17) રને આઉટ કર્યો. 

    ચહલે પોતાની આગામી ઓવરમાં રઘુવંશીને પેવેલિયન મોકલી દીધો. આ પછી વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. વેંકટેશ ઐયર (7), રિંકુ સિંહ (2) અને રમનદીપ સિંહ (0) આઉટ થયા. હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ પણ સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી દીધી. સામાન્ય રીતે ટીમ માટે નિર્ણાયક ઈનિંગ્સ રમનાર આન્દ્રે રસેલ આ મેચમાં ટીમને હારથી બચાવી શક્યો નહીં. 

    માર્કો જેનસેને રસેલની વિકેટ લીધી. પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી, જેમાં ઓપનર પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ પાવરપ્લેમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી. પંજાબને પહેલો ઝટકો 39 રનના સ્કોર પર લાગ્યો. ખતરનાક દેખાતો પ્રિયાંશ આર્ય 12 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply