બોલ ટેમ્પરિંગની ઘટના બાદ ક્રિકેટર સ્ટીવ સ્મિથ મીડિયાના નિશાન ઉપર
Live TV
-
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોક્રમ ટેનવાલે આ ઘટનાને દુઃખદ ગણાવી
કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગની ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ પોતાના દેશ મીડિયાના નિશાન ઉપર છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોક્રમ ટેનવાલે આ ઘટનાને દુઃખદ ગણાવતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કડક પગલા ભરવા કહ્યું છે. દરમિયાન ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટનશીપ ગુમાવતા સ્ટીવ સ્મિથને વધુ એક નુકશાન થયું છે. સ્મિથે IPLની લીગ ટીમ રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે, તેના સ્થાને ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવ્યો છે. રાજસ્થાન રોયલ્સે સત્તાવાર નિવેદનમાં આ વાતની પુષ્ટી કરી છે.