વિરાટને આપ્યો ગુસ્સો, ઓરેન્જ કેપ લેવાની પાડી ના
Live TV
-
વિરાટ મુંબઇ વિરુદ્ધ 92 રનની ઈનિંગ્સ દરમિયાન, IPL ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બન્યો હતો. જો કે, તેમની ટીમ મુંબઇ સામે હારી ગઈ હતી. તે જ સમયે, વિરાટ કોહલીએ અમ્પાયર પર ગુસ્સો કર્યો હતો.
વિરાટ મુંબઇ વિરુદ્ધ 92 રનની ઈનિંગ્સ દરમિયાન, IPL ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બન્યો હતો. જો કે, તેમની ટીમ મુંબઇ સામે હારી ગઈ હતી. તે જ સમયે, વિરાટ કોહલીએ અમ્પાયર પર ગુસ્સો કર્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગમાં 19મી ઓવરમાં થર્ડ અમ્પાયર દ્વારા હાર્ડિક પંડ્યાને નોટ આઉટ આપવામાં આવ્યું ન હતો. તે જ સમયે, હાર્ડિક પંડયાએ તેનો સંપૂર્ણ લાભ લીધો અને આગામી 2 બોલમાં 2 છગ્ગા ફટકાર્યા હતા. આથી, અમ્પાયર પર કોહલીએ ગુસ્સો કર્યો હતો.
કોહલીએ અમ્પાયર પર નિરાશા વ્યક્ત કરી પછી મુંબઈની બેટિંગ પૂરી થઈ ગઈ હતી. ચુકાદા બાદ, કોહલીએ વારંવાર સ્ક્રીન પર ઈશારા કરીને અમ્પાયરને ખોટો બતાવ્યો હતો.
કોહલીનો ગુસ્સો સમગ્ર મેચમાં રહ્યો હતો. તેજસ્વી બેટિંગ કરતી વખતે, કોહલીએ 92 રન કર્યા હતા, જોકે તે મેચ જીતી શક્યો ન હતો. આ મોટા વળાંક સાથે તે ઓરેન્જ કેપ ધારક બન્યો હતો. તેમ છતાં, કોહલીનો ગુસ્સો શાંત થયો ન હતો.
સેરેમની દરમિયાન, જ્યારે વિરાટને IPL ની ઓરેન્જ કેપ આપવામાં આવી હતી, તેમણે તે પહેરવાનો ઇનકાર કર્યો હતો. કોહલીએ તેની ઓરેન્જ કેપ લીધી અને તેનો ગુસ્સો વ્યક્ત કર્યો. કોહલીએ કહ્યું, “હું આ કેપને પહેરવા નથી માંગતો. હમણાં, હું આને ફેંકવાનો વિચાર કરી રહ્યો છું કારણ કે હું એ વાત પર ફોકસ કરવા માંગું છું કે અમે વિકેટ કઈ રીતે ગુમાવેયા.” કોહલીનો આ ગુસ્સો અમ્પાયરો માટે નહીં પરંતુ RCBના સારા ખેલાડીઓ માટે પણ હતો, જે કાલે ટીમને ટેકો આપવામાં નિષ્ફળ રહ્યા હતા.