વિશ્વકપમાં ભારતનો શાનદાર પ્રારંભ, દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવી મેળની જીત
Live TV
-
યજૂવેન્દ્ર ચહેલની શાનદાર બોલિંગ અને રોહિત શર્માની સદીને કારણે ભારતે વિશ્વ કપમાં શાનદાર પ્રારંભ કર્યો છે.પોતાના પ્રથમ મુકાલબામાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટથી હરાવી દીધી.આફ્રિકા ટીમે આપેલા 228 રનના લક્ષ્યને ભારતીય ટીમે 47 ઓવર અને 3 બોલમાં 4 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો.દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો
યજૂવેન્દ્ર ચહેલની શાનદાર બોલિંગ અને રોહિત શર્માની સદીને કારણે ભારતે વિશ્વ કપમાં શાનદાર પ્રારંભ કર્યો છે.પોતાના પ્રથમ મુકાલબામાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટથી હરાવી દીધી.આફ્રિકા ટીમે આપેલા 228 રનના લક્ષ્યને ભારતીય ટીમે 47 ઓવર અને 3 બોલમાં 4 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો.દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.પરંતુ જસપ્રિત બુમરાહે આફ્રિકાના નિર્ણયને ખોટો સાબિત કરતા 24 રન પર આફ્રિકાના બન્ને ઓપનિંગ બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધા.ત્યારબાદ આફ્રિકી બેટ્સમેનોએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો.પરંતુ આફ્રિકાની ટીમ પર ભારતીય બોલર્સ હાવી રહ્યા.અને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 227 રન પર જ આખી મેચ સમેટાઈ ગઈ.ભારત માટે ચહેલે 4, બુમરાહ અને ભુવેનેશ્વરકુમારે 2-2 વિકેટ લીધી.તો 228 રનના લક્ષ્યને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ન રહી.ધવન 8 રન બનાવી આઉટ થઈ ગયો.તો કેપ્ટન કોહલી પણ વધારે ન ટકી શક્યો.પરંતુ રોહિત શર્માએ મક્કમતાથી આગળ વધી પોતાના કેરિયરની 23મી સદી નોંધાવી.