"સેપક ટાકરા વર્લ્ડ કપમાં ભારતનો સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક" PM મોદીએ પાઠવ્યા અભિનંદન
Live TV
-
પ્રધાનમંત્રીએ, સેપક ટાકરા વર્લ્ડ કપમાં ભારતનો પહેલો સુવર્ણ ચંદ્રક જીતવા બદલ, પુરુષોની રેગુ ટીમને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સેપક ટાકરા વર્લ્ડ કપ 2025માં ભારતીય સેપક ટાકરા ટીમને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા અને પ્રથમ ગોલ્ડ મેડલ જીતવા બદલ ટીમની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી મોદીએ એક પોસ્ટમાં કહ્યું કે, "સેપક ટાકરા વર્લ્ડ કપ 2025 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપણી ટુકડીને અભિનંદન. ટુકડી 7 મેડલ સાથે પાછી આવી છે. પુરુષોની રેગુ ટીમે, ભારતનો પહેલો સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો. આ શાનદાર પ્રદર્શન સેપક ટાકરાની વૈશ્વિક રમતમાં ભારત માટે આશાસ્પદ ભવિષ્યનો સંકેત આપે છે." ઉલ્લેખનીય છે કે, ભારતની પુરુષોની રેગુ ટીમે મંગળવારે પટનાના પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે, સેપક ટાકરા વર્લ્ડ કપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ભારતે, ફાઇનલમાં જાપાન પર 2-1થી વિજય મેળવ્યો.