BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર: રોહિત-વિરાટને A+ ગ્રેડ મળ્યો; શ્રેયસ-ઈશાન સહિત 34 ખેલાડીઓનું નસીબ ચમક્યું
Live TV
-
BCCI એ વર્ષ 2024-2025 માટે ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 34 ખેલાડીઓ છે. ચાર ખેલાડીઓને A+ ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય છ ખેલાડીઓને A ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. પાંચ ખેલાડીઓ બી ગ્રેડમાં અને 19 ખેલાડીઓ C ગ્રેડમાં છે. નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને પહેલી વાર BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. આ બધાને ગ્રેડ-સીમાં મૂકવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ફાયદો થયો છે. તેને ગ્રેડ-B થી ગ્રેડ-Aમાં બઢતી આપવામાં આવી છે. આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના સૌથી મોટા સમાચાર આ યાદીમાં ઇશાન કિશન અને શ્રેયસ ઐયરનું પુનરાગમન છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની A+ કેટેગરીમાં જાળવી રાખવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઈશાન અને શ્રેયસ ટીમથી બહાર હતા
બીસીસીઆઈ સાથેના મતભેદ બાદ ઈશાન અને શ્રેયસને 2023-24 માટે કેન્દ્રીય કરારની યાદીમાંથી બહાર કરવા પડ્યા. બીસીસીઆઈના નિર્દેશો છતાં, ઈશાન અને શ્રેયસે સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો. જોકે, હવે બંને પાછા ફર્યા છે. ઈશાનને ગ્રેડ-Cમાં અને શ્રેયસને ગ્રેડ-Bમાં મૂકવામાં આવ્યો છે. રોહિત, વિરાટ અને જાડેજા T20 ઈન્ટરનેશન ક્રિકેટ મેચમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, પરંતુ તેમને ગ્રેડ-A+ માં જાળવી રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે આ ત્રણેય આગામી થોડા સમય માટે BCCI ની યોજનાઓમાં રહેશે. આ કરાર 1 ઓક્ટોબર 2024થી ૩૦ સપ્ટેમ્બર 2025 સુધીનો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અશ્વિનને આ યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનાર ખેલાડીઓની યાદી
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા (A+ કેટેગરી), મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત (A કેટેગરી), સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર (B કેટેગરી), રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસીદ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી (C કેટેગરીમાં)
કોને કેટલો પગાર મળે છે અને કોને કોન્ટ્રાક્ટ મળે છે?
BCCI A+ ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને વાર્ષિક રૂ. 7 કરોડ, A ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, B ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને C ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને 1કરોડ રૂપિયા આપે છે. બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ફક્ત તે ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે એક વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ ટેસ્ટ, આઠ વનડે અથવા 10 T20 મેચ રમી હોય. વરુણ ચક્રવર્તીએ 18 આંતરરાષ્ટ્રીય મેચ (4વનડે અને 12 T20) રમી છે અને ગ્રેડ C માટે ક્વોલિફાય થયા છે. જે ખેલાડીએ આટલી બધી મેચ રમી છે તે આપમેળે ગ્રેડ-Cમાં સામેલ થવા માટે પાત્ર બનશે.
BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર: રોહિત-વિરાટને A+ ગ્રેડ મળ્યો; શ્રેયસ-ઈશાન સહિત 34 ખેલાડીઓનું નસીબ ચમક્યું