Skip to main content
Settings Settings for Dark

IPL 2025: દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

Live TV

X
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. IPLની 18મી સીઝનની પહેલી સુપર ઓવરમાં, રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 11 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હીએ કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મદદથી સંદીપ શર્માના માત્ર 4 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે, દિલ્હી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

    અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. દિલ્હી તરફથી અભિષેક પોરેલે 49 અને કેએલ રાહુલે 38 રન બનાવ્યા. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ (નોટઆઉટ) અને અક્ષર પટેલે 34-34 રનનું યોગદાન આપ્યું. જ્યારે આશુતોષ શર્મા 15 રન સાથે અણનમ રહ્યા.

    રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે બે વિકેટ લીધી, જ્યારે મહિષ તીક્ષ્ણા અને વાનિન્દુ હસરંગાએ એક-એક વિકેટ લીધી.

    દિલ્હી દ્વારા આપવામાં આવેલા 189 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે રાજસ્થાનની શરૂઆત તોફાની રહી હતી. કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલે 6 ઓવરમાં 63 રન બનાવ્યા હતા. જોકે, સેમસન પછી હર્ટ થઈને નિવૃત્ત થયો. સેમસનએ 31 રન બનાવ્યા. ત્યારબાદ રિયાન પરાગ ક્રીઝ પર આવ્યો પણ ખાસ કંઈ કરી શક્યો નહીં અને આઠ રન બનાવીને આઉટ થયો. આ પછી, નીતિશ રાણાએ યશસ્વીને સારો ટેકો આપ્યો. યશસ્વી 51 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા તે પહેલાં બંનેએ ત્રીજી વિકેટ માટે 36 રન ઉમેર્યા. 

    ત્યારબાદ રાણાએ ધ્રુવ જુરેલ સાથે મળીને 49 રન ઉમેર્યા અને ટીમને વિજયના જીતના સ્કોર સુધી લઈ ગયા. આ દરમિયાન નીતિશ રાણા પણ પોતાની અડધી સદી પૂરી કર્યા પછી આઉટ થયો, તેણે 51 રનની ઇનિંગ રમી. રાજસ્થાનને છેલ્લા 6 બોલમાં 9 રનની જરૂર હતી અને શિમરોન હેટમાયર જુરેલ સાથે ક્રીઝ પર હતા, પરંતુ મિશેલ સ્ટાર્કની આક્રમક બોલિંગ અને એક પછી એક યોર્કરે રાજસ્થાનની આશાઓ પર પાણી ફેરવી દીધું. સ્ટાર્કે ફક્ત 8 રન આપ્યા જેના કારણે રાજસ્થાન 20 ઓવરમાં ફક્ત 188 રન જ બનાવી શક્યું. ત્યારબાદ રમત સુપર ઓવરમાં ગઈ, જ્યાં દિલ્હીનો વિજય થયો.

    દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને મિશેલ સ્ટાર્કે 1-1 વિકેટ લીધી. IPL 2025ની 32મી મેચ રોમાંચક રીતે સુપરઓવરમાં ફેરવાઈ ગઈ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply