SCએ ક્રિકેટર એસ.શ્રીસંતને લાઈફટાઈમ બેન મામલે મોટી રાહત આપી
Live TV
-
સુપ્રિમ કોર્ટે ક્રિકેટર એસ.શ્રીસંતને લાઈફટાઈમ બેન મામલે મોટી રાહત આપી છે. કોર્ટે તેમના પર લાગેલો આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. તેની સાથ જ BCCI ને ત્રણ મહિનામાં આ અંગે નિર્ણય લેવા કહ્યું છે. BCCI ના નિર્ણય સુધી શ્રીસંત રમી શકશે નહિ. IPL માં સ્પોટ ફિક્સીંગ મા નામ સામે આવતા તેમના પર લાઈફ ટાઈમ બેન લગાવી દિધો હતો. પોતાના નિર્ણય પર કોર્ટે જણાવ્યું હતુ કે શ્રીસંત ને મળેલી સજા વધું છે. BCCI તેમની સજા પર ફરી વિચાર કરે. કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે.શ્રીસંતનું કહેવું ખોટું છે કે BCCI ને કોઈપણ મામલે તેમના પર કાર્યવાહી કરવાનો અધીકાર નથી. BCCI ને અનુસાશન મામલે કોઈપણ ક્રિકેટર પર કાર્યવાહી કરવાનો અધિકાર છે