અમદાવાદઃ તહેવારો નજીક આવતા સોના-ચાંદીની ખરીદીમાં થયો વધારો
Live TV
-
અમદાવાદમાં તહેવારો નજીક આવતા સોના-ચાંદીની ખરીદીમાં થયો વધારો, ટ્રેડિશનલ અને સ્ટોન વર્ક વાળી પરંપરાગત ડિઝાઇનની જ્વેલરીની વધી માંગ
અમદાવાદ શહેરમાં હવે લગ્નસરા અને નવરાત્રી તેમજ દિવાળીના દિવસો નજીક આવતા સોના ચાંદીની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વિવિધ સ્થળો પર સોના ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો જોવા મળી રહ્યા છે. આ વખતે ટ્રેડિશનલ અને સ્ટોન વર્ક વાળી પરંપરાગત ડિઝાઇનની જ્વેલરીની માંગ વધી છે. સોના ચાંદીના અગ્રણી વેપારીઓના જણાવ્યા અનુસાર સોનુ ઓલ ટાઈમ રોકાણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. અને સાથે સાથે જ્વેલરી ક્ષેત્રે ઘરેણાઓમાં સોનાની શુદ્ધતાઓ અને અવનવી ડિઝાઇનમાં વધારો થયો છે, જેના કારણે સોનાની ખરીદીમાં ઉતરોતર ગ્રાફ વધી રહ્યો હોવાનું વેપારીઓ એ જણાવ્યું હતું.
