અમેરિકામાં મોંઘવારીનોં આંક વધતા ભારતીય શેરબજારમાં સામાન્ય વધ-ઘટનો માહોલ, આજે નવા બે IPO આવશે બજારમાં
Live TV
-
અમેરિકામાં મોંઘવારીનોં આંક વધતા વૈશ્વીક શેરબજારો નરમાઈમાં ગરકાવ થઈ ગયાં છે. ત્યારે ભારતીય શેરબજારમાં પણ સમાન્ય વધ-ઘટનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 62 હજાર 153 પર અને નીફ્ટી 18 હજાર 474 પર કારોબાર કરી રહ્યાં છે. આજે મીડિયા અને PSU બેંક સેક્ટર શેરબજારને રીકવર થવામાં મદદ કરી રહ્યાં છે. શેરની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ પેટ્રો, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા, સીમન્સ, PNB, HPCL, કોલ ઈન્ડીયા અને જીંદલ સ્ટીલના શેરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે જ્યારે મેટ્રોપોલીસ, ગ્લેનમાર્ક, ક્યુમીન્સ, નવીન ફ્લોરીન, એશિયન પેન્ટસ, બલરામપુર ચીની અને ગોદરેજ કન્ઝ્યુમરના શેરમાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. બ્રેન્ટ ક્રુડ ઓઈલ 76 ડોલર નજીક સ્થિર છે તો આજે સુલા વાઈનયાડ્સ અને અબાન્સ હોલ્ડીંગ્સનો IPO ખુલશે
