Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના અંતિમ કારોબારી દિવસમાં ભારતીય શેરબજારમાં ઘટાડાની ચાલ જોવા મળી

Live TV

X
  • સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજારમાં ઘટાડાની ચાલ જોવા મળી. સેન્સેક્સ 389 આંકના ઘટાડા સાથે 62 હજાર 181 પર બંધ રહ્યો છે. નિફ્ટી 112 આંકના ઘટાડા સાથે 18 હજાર 496 પર  બંધ રહ્યો છે. આજે IT સેક્ટરે તેજીની બાજી બગાડી હતી. શેરની વાત કરીએ તો મેરીકો, ગોદરેજ કન્ઝ્યુમર, નેશલે, કોલગેટ, સનફાર્મા, આઈસર મોટર અને પેજ ઈન્ડસ્ટ્રીઝમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે બંધ થયા હતા. જ્યારે  HCL ટેક, બીરલા સોફ્ટ, ઈન્ફોસીસ, મન્નપુરમ ફાઈનાંસ, જીંદાલ સ્ટીલ અને ટાટા પાવરમાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે બંધ થયા હતા. કોમોડિટીની વાત કરીએ તો બ્રેન્ટ ક્રુડ ઓઈલ 77 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. તો આજે MCX પર સોનાનો ભાવ રૂ. 54 હજાર 166 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 67 હજાર 149 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે.

    વૈશ્વિક મંદીની આશંકાથી કારોબારમાં સંભવિત મંદીની ચેતવણી બાદ આઇટી શેરોએ તેમની ખોટ લંબાવતાં સ્થાનિક બજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. બેંકોએ તેમની પકડ ગુમાવવાને કારણે આ વધુ વકરી હતી કારણ કે PSBsને ભારે વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વૈશ્વિક શેરબજારો મોટાભાગે હકારાત્મક હતા, જોકે ફેડ આગામી સપ્તાહે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરે તેવી ધારણા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply