અમેરિકામાં મોંઘવારી દર ઘટવાના કારણે આંતરરાષ્ટ્રીય શેર બજારોમાં જોવા મળી પોઝિટિવ અસર
Live TV
-
અમેરિકામાં મોંઘવારી દર 7.1 ટકા હતો જે ઘટીને 6.5 ટકા થયો છે. જેની આંતરરાષ્ટ્રીય શેર બજારમાં પોઝિટિવ અસર જોવા મળી રહી છે. આ ઘટાડાથી સેન્ટ્રલ બેન્કોના વ્યાજમાં જે વધારાની શક્યતા હતી તે નહિવત થઈ ગઈ છે. ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે અને 81.50 પૈસા આસપાસ કારોબાર કરી રહ્યો છે.
તો બીજી તરફ ભારતીય શેરબજારમાં શુક્રવારના ટ્રેડિંગ સેશનની શરૂઆત નકારાત્મક નોંધ પર થઈ હતી. સેન્સેક્સ 184 પોઈન્ટ ઘટીને 59,773 પર અને નિફ્ટી 40 પોઈન્ટ ઘટીને 17,818 પર ખુલ્યો હતો. આજે બેંકિંગ, ઓટો, મેટલ બાઈંગ અને આઈટી સેક્ટરમાં મોટા પાયે વેચવાલી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, ટાઇટન, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક શેર ઘટ્યા હતા.
