ભારતના G-20 પ્રમુખપદ હેઠળ આરોગ્ય કાર્યકારી જૂથની પ્રથમ બેઠક કેરળના તિરુવનંતપુરમ ખાતે યોજાશે
Live TV
-
ભારતની પરંપરાગત દવા, હર્બલ ટી જેવા સ્વદેશી ઉત્પાદનો અને આયુર્વેદ આધારિત વાનગીઓને પ્રોત્સાહન આપવા માટે જી 20 નો ઉપયોગ કરવાની યોજના
ભારતના જી 20 પ્રમુખપદ હેઠળ આરોગ્ય કાર્યકારી જૂથની પ્રથમ બેઠક 18 થી 20 તારીખ સુધી કેરળના તિરુવનંતપુરમ ખાતે યોજાશે. ભારતની પરંપરાગત દવા, હર્બલ ટી જેવા સ્વદેશી ઉત્પાદનો અને આયુર્વેદ આધારિત વાનગીઓને પ્રોત્સાહન આપવા માટે જી 20 નો ઉપયોગ કરવાની યોજના છે. આ બેઠક પહેલાં, આયુષ મંત્રાલયના સચિવ, વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું કે, તમામ બેઠકોમાં યોગ સત્રો રખાશે અને પરંપરાગત ઔષધોના નિષ્ણાતો વિદેશી પ્રતિનિધિઓને વ્યક્તિગત આહાર અને સુખાકારીની ટીપ્સ આપશે.
