આઈટી શેરોના કડાકાને પગલે સેન્સેક્સ, નિફ્ટીમાં નરમાઈ
Live TV
-
ફુગાવાને નિયંત્રણમાં લેવા યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ફરી એક વખત તીવ્ર વધારો કરે એવી શક્યતાને કારણે અત્યારે સુધી ભારતીય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં નરમાઈ જોવા મળી હતી. અત્યારે આ અહેવાલ લખાય છે ત્યારે સેન્સેક્સ 371.99 પોઈન્ટ્સ અથવા 0.67 ટકાના ઘટાડા સાથે 55,494.23 સ્તરે ક્વોટ થયો હતો. જ્યારે નિફ્ટી-50 110.55 પોઈન્ટ્સ અથવા 0.66 ટકાની નરમાઈમાં 16,250.45ની સપાટીએ પહોંચી હતી. આજે સવારથી મોટાભાગના ઈન્ડેક્સ રેડઝોનમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત એશિયાના મોટાભાગના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયા ગઈકાલના 79.73ના બંધની સામે 79.91 ખૂલ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં એક ટકા સુધીનો કડાકો જોવા મળ્યો છે, ઈન્ટ્રા-ડેમાં એમ્ફિસિસમાં 1.28 ટકા, એલટીટીએસમાં 2.37 ટકા, ઈન્ફોસિસમાં 1.63 ટકા, એચસીએલમાં 1.54 ટકા, વિપ્રોમાં 1.31 ટકા અને ટીસીએસમાં 0.78 ટકાનો ઘટાડો નોંધાયો છે.
