ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં ભારતીય શેર બજારમાં હકારાત્મક અસર જોવા મળી
Live TV
-
ક્રૂડ ઓઈલ 6% તુટી અઢી મહિનામાં પ્રથમ વખત 100 ડોલરની નીચે જતાં તેની હકારત્મક અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. સેન્સેક્સ 402 આંકના વધારા સાથે 54,153 પર કારોબાર કરી રહ્યો છે. તો નીફ્ટી 127 આંકના વધારા સાથે 16,117 પર કરોબાર કરી રહ્યો છે. આજે તમામ સેક્ટરમાં નવી લેવાલી જોવા મળી રહી છે.
કંપનીઓના શેરની વાત કરીએ તો ટાઈટન, ઈન્ડિયા માર્ટ, HPCL, બેંક ઓફ બરોડા અને અપોલો ટાયર્સમાં નવી લેવાલી નીકળતા હકારાત્મક કારોબાર કરી રહ્યાં છે જ્યારે શ્રીરામ ટ્રાંસ, મુથુટ ફાઈનાન્સ, મેટ્રોપોલીસ, રિલાયન્સ અને સીપલાનાં શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.
કોમોડિટીની વાત કરીએ તો MCX પર સોનો ભાવ 800 રૂપીયા તુટી 50,650 બોલાઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 57,170 પર સ્થિર થયો છે. તો ફેડ જુલાઈમાં 0.5 થી 0.75% વ્યાજ દર વધારવાની શક્યતાને લઈ વૈશ્વિક શેરબાજારોમાં મંદીનું દબાણ જોવા મળી રહ્યું છે. ડોલર ઈન્ડેક્ષ 20 વર્ષની ઉપલી સપાટી 107 પર પહોંચ્યો છે.
