દેશમાં પેટ્રોલ ડીઝલની અછતનાં સમાચારને પગલે શેર બજારમાં કડાકો
Live TV
-
ભારતીય શેરબજાર આજે સવારે 500 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું હતું. જો કે, દેશમાં પેટ્રોલ-ડિઝલની અછતનાં સમાચાર વાયરલ થતાં તેની અસર શેરબજાર પર જોવા મળી હતી અને ગણતરીના સમયમાં ઉચકાયેલો સેન્સેક્સ એક વાગ્યા સુધી લગભગ 450 પોઈન્ટ જેટલો ગગડી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ સવારે ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો પરંતુ તે પણ હાલ 170 પોઈન્ટ જેટલો ઘટ્યો છે. જાણકારોનાં મતે આગામી બે થી ત્રણ દિવસ સેન્સેક્સને નિફ્ટી પેટ્રોલ ડીઝલનાં અછતનાં લીધે રેડ ઝોનમાં રહી શકે છે. તો બીજી તરફ અમેરિકાની ફેડલ બેન્કે 0.75 ટકા વ્યાજદર વધારતા વૈશ્વિક માર્કેટ પર તેની હકારાત્મક અસર જોવા મળી હતી.
