Skip to main content
Settings Settings for Dark

જુલાઈ 2022માં યાર્નના ભાવમાં કિલો દીઠ રૂ. 35 થી 40નો ઘટાડો

Live TV

X
  • કાપડ મંત્રાલયે જણાવ્યું છે કે કપાસ અને સુતરાઉ યાર્નના ભાવ બજારની માંગ અને પુરવઠા તથા ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવો પર આધારિત છે. કાપડ મંત્રાલય કપાસ અને સુતરાઉ યાર્નની કિંમતોના સંદર્ભમાં સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલામાં વિવિધ હિસ્સેદારો સાથે તેમના હિતને સુમેળમાં રાખવા માટે સતત સંકળાયેલું છે. નાણા મંત્રાલયે 31મી ઓક્ટોબર 2022 સુધી કાચા કપાસની આયાત પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે.ઘરેલુ કપાસના ભાવ મે 2022ના મહિનામાં 1,03,000 રૂપિયાના ટોચના સ્તરથી ઘટીને 86,400 રૂપિયા પ્રતિ કેન્ડી થઈ ગયા છે. યાર્નના ભાવ જે એપ્રિલ અને મે 2022ના મહિનામાં 40 કોન કોમ્બેડ માટે રૂ. 400 થી રૂ. 440 પ્રતિ કિલોગ્રામની રેન્જમાં હતા, તેમાં પણ જુલાઈ 2022ના મહિનામાં રૂ. 35 થી 40 પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ માહિતી ટેક્સટાઈલ રાજ્ય મંત્રી એ. દર્શના જરદોષે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply