આજે સેન્સેક્સ અને નીફ્ટી અત્યાર સુધીના સૌથી ઉચાં સ્તર પર ખુલ્યા
Live TV
-
ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સ અને નીફ્ટી અત્યાર સુધીના સૌથી ઉચાં સ્તર પર ખુલ્યા હતા. જેમાં સેન્સેક્સ 285 પોઇન્ટના વધારા સાથે 63 હજાર 701 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે 63 હજાર 716ની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. 21મી જુનના રોજ સેન્સેક્સે 63 હજાર 500ની સપાટી વટાવી હતી.
આ સાથે નીફ્ટી પણ તેજીના માહોલ વચ્ચે 18 હજાર 908 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે ઓલટાઇમ હાઇ સપાટી છે. આ પહેલા નીફ્ટીએ 1લી ડિસેમ્બર 2022ના રોજ 18 હજાર 887ની સપાટી નોંધાવી હતી. ત્યારે આજે સેન્સેક્સ અને નીફ્ટી નવી ઉંચાઇ પર પહોંચે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. આ રેકોર્ડ બ્રેક તેજી ભારતના જીડીપીના ગ્રોથ, મોંઘવારીના દરમાં ઘટાડાના પરિબળો ને આધારે આવી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
તો આજે સેન્સેક્સમાં ટાઇટન, બજાજ ફાઇનાન્સ,એસબીઆઇ બેંત, ટાટા મોટર્સ, રિલાયન્સ, ઇન્સઇન્ડ બેંક, એચડીએફસી બેંક, હિંદુસ્તાન યુનિલીવરસ , આઇસીઆઇસીઆઇ બેંકના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે નીફ્ટી, વીપ્રો, કોટક મહિન્દ્રા બેંક, એનટીપીસીના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા..
