Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજારમાં સપ્તાહના છેલ્લાં દિવસે તેજીનો માહોલ

Live TV

X
  • આજે સેન્સેક્સ 64 હજાર 414ની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો

    કારોબારી સપ્તાહના અંતિમ દિવસે, ભારતીય શેર બજારમાં સેન્સેક્સ અને નીફ્ટીએ ઐતિહાસિક સપાટીને પાર કર્યા બાદ માર્કેટ પોઝીટીવ ટ્રેન્ડથી આગળ વધી રહ્યું છે. આજે સપ્તાહના છેલ્લાં દિવસે સેન્સેક્સ, 64 હજારની સપાટી પાર કરીને 153 પોઇન્ટના વધારા સાથે 64 હજાર 68 પોઇન્ટ પર ખુલ્યો હતો.

    જે બાદ સેન્સેક્સ આજે 64 હજાર ,414ની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે. જ્યારે નીફ્ટી 19 હજારની સપાટીને યથાવત રાખીને 19 હજાર, 76 પોઇન્ટ પર ખુલ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટી.સી.એસ., મારૃતિ, સન ફાર્મા, વિપ્રો, ટાઇટન, લાર્સન એન્ડ ટુર્બો, બજાજ ફાઇનાન્સ,એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતના શેર ગ્રીન ઝોનમાં રહ્યા છે.

    જ્યારે ટાટા સ્ટીલ, આઇટીસી અને ભારતી એરટેલના શેર રેડ ઝોનમાં હતા. જ્યારે સોનાના ભાવ 46 રૂપિયાના ઘટાડા સાથે  57 હજાર 968 રૂપિયા, તો એક કિલો ચાંદીનો ભાવ 68 હજાર, 519 રૂપિયા પર ખુલ્યો છે. તો ક્રુડ ઓઇલના પ્રતિ બેરલ 5 હજાર, 753 પર ખુ્લ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply