Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યુ હતુ

Live TV

X
  • આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ધટાડા સાથે ખુલ્યુ હતુ. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ આજે 370 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી પણ 100 અંકથી વધુ તૂટી છે. સવારના કામકાજ દરમિયાન ઓટો, ફાઈનાન્સ, એફએમસીજી, આઈટી, મેટલ, પી.એસ.યુ બેંક, પ્રાઈવેટ બેંક, ઓઈલ એન્ડ ગેસના શેર તૂટ્યા છે. સેન્સેક્સ 380 અંક તૂટી  64 હજાર 884 પર જ્યારે નિફ્ટી 100 અંક તૂટી 19 હજાર 425ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. કોમોડિટીઝની વાત કરીએ તો આજે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

     એનટીપીસી,ઇન્ડસઇન્ડ બેન્ક,સન ફાર્મા અને પાવર ગ્રીડના શેર્સમાં વધારો જોવા મળ્યો.જ્યારે બજાજ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,આઈસીઆઈસીઆઈ બેંક,નેસ્લે,કોટક મહિન્દ્રા બેંક અને એશિયન પેઈન્ટ્સના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો. 
     એશિયન બજારોની વાત કરીએ તો,સિયોલ,શાંઘાઈ અને હોંગકોંગના બજારો નકારાત્મક ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા,જ્યારે ટોક્યો ગ્રીનમાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply