Skip to main content
Settings Settings for Dark

ભારતના જથ્થાબંધ મોંઘવારી દરમાં સતત સાતમા મહિને પણ સતત ઘટાડો

Live TV

X
  • ભારતનો જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં સતત સાતમા મહિને નકારાત્મક ક્ષેત્રમાં રહ્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)માં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 0.52%નો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં 0.26%નો ઘટાડો નોંધાયો હતો.

    વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે; ઓક્ટોબર 2023માં ફુગાવાનો નકારાત્મક દર મુખ્યત્વે રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, વીજળી, કાપડ, મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, કાગળ અને કાગળ ઉત્પાદનો વગેરેના ભાવમાં ઘટાડો થવાને કારણે છે. 

    ડેટા દર્શાવે છે કે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત છૂટક ફુગાવો આ વર્ષે સપ્ટેમ્બરમાં 5.02%ની સરખામણીએ ઓક્ટોબરમાં ઘટીને 4.87% થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply