કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ
Live TV
-
કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 196 પોઈન્ટના ઉછાળા સાથે 57 હજાર 825 ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 55 પોઈન્ટના વધારા સાથે 17 હજાર 44 ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. આજે બેન્કિંગ, ઓટો, આઈટી શેરોની ઊંચાઈના આધારે શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું છે. આજે નિફ્ટીના સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આઈટી, એફએમસીજી, ફાર્મા અને હેલ્થકેર ઈન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. તો આ તરફ સોનાની કિંમત 59,636 અને ચાંદીની કિંમત 68,954. રૂપિયા સુધી પહોંચી છે. ઉપરાંત ક્રુડ ઓઈલમાં પણ વધારો નોંધાયો છે.
