સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો, 200 પોઈન્ટ તૂટ્યો
Live TV
-
આજે ભારતીય શેર બજારમાં વૈશ્વિક બજારોની નરમાશની અસર જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 153 પોઇન્ટના ઘટાડા સાથે 58 હજાર 61 પોઇન્ટ પર ખુલ્યો હતો. આજે ટાટા મોટર્સ, ઇન્સઇન્ડ બેંક, ભારતી એરટેલ, સન ફાર્મા અને ટાટા સ્ટીલ સહિતના શેર્સના ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.જ્યારે એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેંક. એક્સીસ બેંક સહિત અન્ય બેંકોના શેર્સ તેમજ આઇટી કંપનીના શેર્સના ભાવ ઘટ્યા હતા. જ્યારે નીફ્ટી પણ 77 પોઇન્ટના ઘટાડા સાથે 17 હજાર 74ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
અમદાવાદ ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) આગામી સપ્તાહમાં વેચાણ કરશે. આ કારણે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો જોવા મળી શકે છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં FPIs દ્વારા નેટ શોર્ટ સેલિંગ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. તેઓએ કોવિડ-સમયમાં કરેલા વેચાણને પણ પાછળ છોડી દીધું છે. NSEના અહેવાલ અનુસાર નિફ્ટીમાં નેટ શોર્ટ સેલિંગ કોન્ટ્રાક્ટ હાલમાં 1,95,000 છે. આ સંખ્યા માર્ચ 2020ના 1,73,000ના કરતાં વધુ છે.
