Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારને જૂન 2023માં 1 લાખ 61 હજાર 497 કરોડ રૂપિયાની કુલ GST આવક કરી એકત્રિત

Live TV

X
  • 2071 માં આજના દિવસે દેશભરમાં GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. GST લાગું કરવાનો મુખ્ય ઉદે્શ્ય દેશમાં અર્થવ્યવસ્થા મજબૂત કરવાની સાથે વિવિધ વસ્તુઓમાં ભાવ ઘટાડો કરવાનો હતો. ગત એપ્રિત 2023માં GST કલેક્શન સૌથી ઉચ્ચ્તન સપાટી, 1 લાખ 87 હજાર કરોડે પહોંચ્યું હતું. GST લાગું થવાથી ખાવા-પીવાની વસ્તુંઓ સહિત અન્ય ઘણીબધી વસ્તુઓના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. GST એ કેન્દ્ર અને રાજ્યોને સમાન ટેક્સ લાગું કરવાનો અધિકાર આપે છે, અને ડિજીટલ ટ્રન્જેક્શનથી કાળા નાણાના સગ્રહમાં પણ ઘટાડો થયો છે.   

    જૂન મહિનામાં ફરી એકવાર સરકારી તિજોરીને GSTથી જબરદસ્ત રકમની કમાણી થઈ છે. જૂન 2023 ના મહિના માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ -GST ની આવક 1 લાખ 61 હજાર 497 કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતા 12 ટકા વધુ છે.

    કુલ કલેક્શનમાંથી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) 31 હજાર 013 કરોડ રૂપિયા, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) 38 હજાર 292 કરોડ રૂપિયા અને ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) 80  હજાર 292 કરોડ રૂપિયા છે. 
      
    જ્યાં, જૂન 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી 67 હજાર 237 કરોડ રૂપિયા અને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી 68 હજાર 561 કરોડ રૂપિયા થઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply