Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વકરતા ચીનની ઝીરો કોવિડ પોલીસીને લઈને એશિયાના શેરબજારમાં દબાણ જોવા મળ્યું 

Live TV

X
  • ચીનમાં કોરોના વકરતા ચીનની ઝીરો કોવિડ પોલીસીને લઈને એશિયાના શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે.. સેન્સેકસ 79 આંકના વધારા સાથે 61 હજાર 498 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 23 આંકના વધારા સાથે 18 હજાર 267 પર કારોબાર કરી રહ્યો છે. આજે મીડિયા, બેંક અને ઓટો સેક્ટર હકારાત્મક કારોબાર કરી રહ્યા છે. શેરની વાત કરીએ તો GNFC, PNB, PVR, ચંબલ ફર્ટીલાઈઝર, ભેલ અને ફેડરલ બેંકના શેરમાં નવી ખરીદી નીકળતા હકારાત્મક કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેક્સ ફાઈન્સીયલ, ગુજરાત ગેસ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ડેલ્ટા કોર્પ અને અદાણી એન્ટરપ્રાઈઝનાં શેરમાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. બ્રેન્ટ ક્રુડ ઓઈલનો ભાવ 88 ડોલર પ્રતિ બેરલ પર સ્થિર જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 52 હજાર 200 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ.  61 હજાર પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply