જીએસટી સંગ્રહ ડિસેમ્બર 2022ના સમયગાળામાં વધ્યો, GST સંગ્રહ 1 લાખ 49 હજાર કરોડ રૂપિયાથી વધુ થયું
Live TV
-
ડિસેમ્બર 2022માં વસ્તુ અને સેવા કર એટલે કે GSTનું કુલ કલેક્શન એક લાખ 49 હજાર કરોડ રૂપિયાથી વધુ થયું છે. જેમાં કેન્દ્રીય જીએસટીના 26 હજાર સાતસો અગિયાર કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીના 33 હજાર ત્રણસો અને 57 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટીના 78 હજાર 434 કરોડ રૂપિયા અને સેસના 11 હજાર કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
નાણા મંત્રાલયે કહ્યું છે કે ડિસેમ્બર 2022 માં GST ની આવક ડિસેમ્બર 2021 કરતા 15 ટકા વધુ હતી. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં ડિસેમ્બર 2022 માં વસ્તુઓની આયાતથી કમાણી 8 ટકા વધુ હતી અને સ્થાનિક વ્યવહારોથી થતી આવકમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મંત્રાલયે કહ્યું કે ડિસેમ્બર 2022માં કેન્દ્રની કુલ આવક 63 હજાર 380 કરોડ રૂપિયા અને રાજ્યોની 64 હજાર 451 કરોડ રૂપિયા હતી.
