ટોચની 10માંથી 7 કંપનીઓના બજાર મૂલ્ય રૂપિયા 67,859 કરોડ ઉમેરાયા
Live TV
-
ગત સપ્તાહે ટોચની 10માંથી સાત કંપનીઓના બજાર મૂલ્યમાં રૂપિયા 67,859.77 કરોડ ઉમેરાયા હતા, તેમાં આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્કમાં વૃદ્ધિ થઈ હતી. જ્યારે 30 શેરોનો બીએસઈ સેન્સેક્સ 598.03 પોઈન્ટસ અથવા 0.99 ટકા વધ્યો હતો. જ્યારે 14 એપ્રિલ એટલે શુક્રવારે અંબેડકર જ્યંતિ હોવાથી ઈક્વિટી બજારો બંધ રહ્યા હતાં. ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, આઈટીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ભારત એરટેલમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ), હિન્દુસ્તાન યુનિલિવર અને ઈન્ફોસિસમાં ઘટાડો થયો હતો. આઈસીઆઈસીઆઈ બેન્કનું બજાર મૂલ્ય રૂપિયા 17,188.25 કરોડ ઉછળી રૂપિયા 6,27,940.23 કરોડ રહ્યું હતું. એચડીએફસી બેન્કની માર્કેટ કેપ રૂપિયા 15,065.31 કરોડ વધીને રૂપિયા 9,44,817.85 કરોડ રહી હતી. જ્યારે એચડીએફસીનું બજાર મૂલ્ય રૂપિયા 10,557.84 કરોડના વધારા સાથે રૂપિયા 5,11,435.51 કરોડ અને આઈટીસીનું બજાર મૂલ્ય 10,190.97 કરોડ વધી રૂપિયા 4,91,465.96 કરોડ રહ્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ રૂપિયા 9,911.59 કરોડ વધીને રૂપિયા 15,93,736.01 કરોડ થઈ હતી. બીજી બાજુ સ્ટેટ બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયાના બજાર મૂલ્ય રૂપિયા 4,640.8 કરોડના વધારા સાથે રૂપિયા 4,75,815.69 કરોડ રહ્યું હતુ. તો ભારતી એરટેલની માર્કેટ કેપ રૂપિયા 305.01 કરોડના વધારા સાથે રૂપિયા 4,27,416.08 કરોડે રહી હતી. જો કે, ઈન્ફોસિસનું બજાર મૂલ્ય રૂપિયા 13,897.67 કરોડ વધીને રૂપિયા 5,76,069.05 કરોડ રહ્યું હતું. દેશની સૌથી મોટી આઈટી સર્વિસ કંપની ટીસીએસએ બુધવારે 14.8 ટકાના વધારા સાથે રૂપિયા 11,392 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જો કે, કંપનીઓ ઉત્તર અમેરિકાના મુખ્ય બજારોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોખરે રહી હતી, તે પછી ટીસીએસ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસિસ, એચડીએફસી, આઈટીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
